| To contact us: |
| Dr. B.R. Ambedkar |
| CHAUHAN BHAVIN PREMJIBHAI Office Address B / 16, Sundarvan complex , Mobile: +91-9925013907 Near I.T.I, Gorwa, +91-9377988207 Vadodara—390016. E-mail: bhavin_3907@yahoo.co.in Gujarat, India. |
| About Us |
| પ્રિય બંધુ, આપણો રોહિતસમાજ આજે ગામ કે શહેર સુધી સીમીત ન રહેતા દેશવિદેશમાં વિસ્તર્યો છે. આપણા રોહિતસમાજના ઘણાં ભાઇઓ વિવિધ ક્ષેત્રોમાં આગળ આવ્યા છે અને દેશવિદેશમાં રોહિતસમાજનુ ગૌરવ બન્યા છે. પરંતુ માહિતિના અભાવે આપણા વિશાળ રોહિતસમાજમાંના મોટા ભાગના લોકો આપણા રોહિતસમાજમાં બની રહેલ ઘણા બનાવો / પ્રસંગોથી અજાણ છે. હજુ સુધી આપણા રોહિતસમાજના લોકો એકબીજાને પુરતા પ્રમાણમાં જાણતા ઓળખતા નથી. આપણા રોહિતસમાજમાં રહેલ આ પ્રકારની જાણકારી / માહિતિ / સમાચારની ઊણપ આપણા સમાજના લોકોને સંગઠિત બનવામાં અને એકબીજાના સહકારથી પ્રગતિ સાધવામાં અવરોધરુપ બને છે. જેને પરીણામે આજે પણ મોટા પ્રમાણમાં આપણા સમાજના લોકો પછાત રહેવા પામ્યા છે. તેથી દેશવિદેશ વસતા આપણા રોહિતસમાજના ભાઇઓની સેવાર્થે આજના આધુનિક જમાનાના શકિતશાળી માહિતિના માધ્યમ ઇન્ટરનેટના ઉપયોગથી અમોએ ખાસ આપણા સમાજ માટે www.rohitsamaj.com વેબસાઇટનુ સજૅન કર્યુ છે કે જેને દુનિયાના કોઇપણ ખુણામાંથી ઇન્ટરનેટના ઉપયોગથી જોઇ શકાય છે. જેમાં આપણા રોહિતસમાજની વિવિધ માહિતી આપવાનો પ્રયત્ન કરીશુ જેવિકે.... · આપણા રોહિતસમાજના વિકાસમાટે કાયૅરત સંસ્થાઓ તેમજ વ્યકિતઓની માહિતિ · આપણા રોહિતસમાજના ભાઇઓની નામ સરનામાં; તેઓના ભણતર તેમજ કામધંધાની માહિતિ સાથેની આખા વિશ્ર્વને આવરી લેતી ફોટા સહિતની ડિરેકટરી · આપણા સમાજના યુવક-યુવતીઓની ફોટા સહિતની આકષૅક લગ્નવિષયક જહેરાતો · આપણા રોહિતસમાજના સાંપ્રત પ્રવાહોના સમાચારો · આપણા રોહિતસમાજના વિકાસ માટેના કાર્યોની વિગતો · આપણા રોહિતસમાજના લોકોના આપણા રોહિતસમાજ માટેના વિચારો તેમજ સમાજજોગ સંદેશ તેમજ રસપ્રદ લેખો. · ફ્ક્ત આપણા રોહિતસમાજના વેપારીઓના ધંધાની જહેરાતો આપવામાં આવશે કે જેથી આપણા સમાજના લોકો પોતાની વિવિધ જરુરીયાતો માટે આપણા રોહિતસમાજના લોકોનો સંપકૅ કરે. તદઉપરાંત અન્ય ઘણી બધી આપણા રોહિતસમાજને ઉપયોગી માહિતિઓનો રસથાળ આ વેબસાઇટના ઘણાં વિભાગો છે જે હાલની તારીખે અધુરા રહેવા પામ્યા છે અને આ વેબસાઇટ સમાજને ખરા અથૅમાં ઉપયોગી બને એ માટે આપ સૌનો સહકાર જરુરી છે. આ વેબસાઇટને સફ્ળ બનાવવા આપની આજુબાજુ રોહિતસમાજને લગતી વિગતો ઉપલબ્ધ કરાવી આપ અમોને મદદરુપ થઇ શકો. આપની જાણમાં આપના ગામ કે શહેરમાં રોહિતસમાજ માટે કાયૅરત કોઇ સંસ્થા કે વ્યકિત હોય તો તેની વિગતો ઉપલબ્ધ કરાવો કે જે અમો આ વેબસાઇટ ઉપર મુકિને જે તે સંસ્થા કે વ્યકિતને આપણા બહોળા સમાજથી પરિચિત કરાવીશુ. તમારા ગામ કે શહેરમા રોહિતસમાજને લગતો કોઇ પ્રસંગ હોય તો અમોને જણ કરો. અમો પ્રીન્ટેડ બેનર મોકલીશુ જેથી આ વેબસાઇટનો પ્રચાર કરવામાં અમોને મદદ મળશે. આપ અમારી આ વેબસાઇટની નિયમિત મુલાકાત લો અને વેબસાઇટ ઉપર મુકાવનારી ડિરેકટરીમાં નામ નોંધાવો અને અન્ય આપણા રોહિતસમાજના ભાઇઓને પણ આ વેબસાઇટની જણ કરી આ વેબસાઇટ થકિ આપણા રોહિતસમાજના વિકાસમાં સહભાગી બનો તેવિ વિનંતિ. www.rohitsamaj.com ની આ વામન શરુઆત છે અને અમોને વિશ્ર્વાસ છે કે આપણા રોહિતસમાજના ભાઇઓની મદદથી અમો રોહિતસમાજમાં માહિતિની ક્રાંતિ લાવવાના અમારા વિરાટ ધ્યેયમા સફળ થઇશુ અને આપણા રોહિતસમાજને પ્રગતિ અને વિકાસની ચરમસીમાએ લઇ જઇશુ. આપના સાથ સહકારની અપેક્ષા સાથે..... ચૌહાન ભાવિન પ્રેમજીભાઇ પ્રકાશક: રોહિતસમાજ ડોટ કોમ |
| © Copyright 2008 www.rohitsamaj.com |